Video: સ્ટાર ફૂટબોલરને શર્ટ ઉતારવું પડ્યું મોંઘું! થયો મેદાનથી OUT

  • 2 years ago
કેમરૂનની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022માં બ્રાઝિલને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેમરૂન એવી પહેલી આફ્રિકી ટીમ બની છે જેણે ફીફા વર્લ્ડ કપમાં બ્રાઝિલને પરાજિત કર્યું છે. જો કે ઐતિહાસિક જીત છતાં કેમરૂન પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી શકી નહીં અને તે ગ્રૂપ જીમાં ત્રીજા નંબરે રહી. શુક્રવારે રાતે રમાયેલી મેચમાં કેમરૂનની જીતના હીરો કેપ્ટન વિન્સેટ અબૂબકર રહ્યા અને તેઓએ મેચની સમાપ્તિથી થોડી મિનિટ પહેલા પોતાની ટીમ માટે શાનદાર ગોલ કર્યો, આ ગોલે ટીમની જીત પાક્કી કરી. અબૂબકરે આ ઐતિહાસિક ગોલ બાદ ઉજવણી કરી. આ ઉજવણી તેમને મોંઘી પડી.