...તુમ જુઠે હો,તુમ ચોર હો, પાક. મંત્રીઓનો વિદેશોમાં થયો ઇજ્જતનો કચરો

  • 2 years ago
પાકિસ્તાન સરકારમાં નાણાપ્રધાન ઈશાક ડાર હાલ અમેરિકામાં છે. જ્યારે તે અહીં પહોંચ્યો તો રાજધાની વોશિંગ્ટનના એરપોર્ટ પર એક વ્યક્તિએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પાકિસ્તાનના નાણામંત્રીને અપશબ્દો બોલવાની સાથે દુર્વ્યવહાર કરતો જોઈ શકાય છે. તાજેતરના સમયમાં શાહબાઝ શરીફની કેબિનેટના બીજા મંત્રી સાથે આ બીજી ઘટના છે. આ પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબને લંડનમાં કેટલાક પાકિસ્તાની નાગરિકોએ ઘેરી લીધા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. ઈશાક ડાર આઈએમએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા છે.

Recommended