સૌરાષ્ટ્રની શાન જમજીરનો ધોધ જીવંત થયો, જોઈને ‘બાહુબલી’નું દ્રશ્ય યાદ આવશે

  • 2 years ago
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે ગીરના જંગલની શાન ગણાતો જમજીરનો ધોધ જીવંત થઈ ગયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં જમજીર ધોધ બાહુબલીમાં જોવા મળતા સુંદર ધોધ જેવો ખીલી ઉઠ્યો છે. આ ધોધ તેના આસપાસના ડુંગરાળ પ્રદેશો અને હરિયાળીથી સોળે કળાએ ખીલ્યો હોવાનું જોઈ શકાય છે.