ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસી થતાં જ AAP પર સણસણતા આરોપ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ત્યારથી હવે પક્ષ પલટુઓનો દોર શરૂ થઇ ગયો છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં ઘરવાપસી કરતાની સાથે જ આપ પર સણસણતા આરોપ લગાવ્યા હતા.

આપના ઉમેદવારની યાદી કમલમમાંથી આવે છે:પવન ખેરા
તો કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે આપના ઉમેદવારની યાદી કમલમમાંથી આવે છે. આપ પાર્ટી ભાજપની બી ટીમ છે. આ પૈસા કયાંથી આવ્યા. સરકારી વિમાનમાં રૂપિયા લાવવામાં આવ્યા? મંજૂરી કોને આપી? કેન્દ્ર અને ગુજરાત સરકારે આંખો કેમ બંધ કરી લીધી? કોની મદદ કરી રહ્યા છે. આ બંનેની જૂગલબંધીનો ખુલાસો આજ સુધી થયો નથી.

Recommended