મહારાષ્ટ્ર : પૂણેના યરવાડા વિસ્તારમાં દોડતી બસમાં લાગી વિકરાળ આગ

  • 2 years ago
મહારાષ્ટ્રના પૂણેમાં આજે મોટી દુર્ઘટના ઘટી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં 42 જેટલા મુસાફરો માંડ માંડ બચ્યા છે. અહીં રાજ્ય પરિવહનની બસમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના બની ત્યારે બસમાં 42 મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત યરવડા વિસ્તારમાં શાસ્ત્રી ચોક પાસે થયો હતો.

Recommended