જમ્મુ- કાશ્મીર: અનંતનાગ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

  • 2 years ago
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ટેંગપો ગામમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે આજે પણ ચાલુ છે. સોમવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે અનંતનાગ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલુ છે. દરમિયાન, આ વિસ્તારમાં વધુ બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. રવિવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.