હજીરા પોર્ટ પર બોટ ડૂબતા 10 લોકો ડૂબ્યા, બે લોકો ગુમ

  • 2 years ago
હજીરા પોર્ટ પર બોટ ડૂબ્યાની માહિતી સામે આવી છે. આ બોટમાં 10 લોકો સવાર હતા. તેમાંથી આઠ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે બે લોકો હજી પણ ગુમ છે.

મળતી માહિતી પ્રમાણે હજીરા પોર્ટ પર આ ઘટના બની છે. બોટમાં ખામી સર્જાતા બોટ ડૂબી ગઇ હતી. આ ઘટનાની નજીકના બોટવાળાઓને ખબર પડતા તાત્કાલિક રેસ્કયૂ હાથ ધર્યું હતું. બાદમાં ફાયર વિભાગ આવતા રેસ્કયૂ ઝડપથી કરાયું અને 8 લોકોનો આબાદ બચાવ કરી લેવાયો. કહેવાય છે કે આશરે દસ કલાક સુધી રેસ્કયૂ ચાલ્યું હતું. જ્યારે બોટના કૂક અને ટગના ડ્રાઇવર હજી પણ ગુમ છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Recommended