અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

  • 2 years ago
થોડા-થોડા સમયના વિરામબાદ વરસાદ ફરી ખાબક્યો હતો આજે વહેલી સવારથીજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સેટેલાઈટ, રાયપુર, ગીતા મંદિર, જમાલપુરમાં વરસાદ પડ્યો હતો. બોપલ, શેલા, શિલજ, ઘૂમામાં વરસાદ, આનંદનગર, ઈન્કમટેક્ષ, અખબારનગરમાં વરસાદ પડ્યો હતો.
ઘાટલોડિયા, રાણીપ, વાડજમાં, શ્યામલ ચાર રસ્તા, સરખેજ, વેજલપુરમાં, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડીમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ હતુ. એલિસબ્રિજ, લાલદરવાજા, આસ્ટોડિયામાં ધોધમાર વરસાદથી વાહનચાલકોને હાલાકી પડી હતી. સવારે ઓફીસ આવતા મુસાફરોને મુશ્કેલી પડી હતી.