વિરમગામના ઐતિહાસિક તળાવનો અનેરો નજારો

  • 2 years ago
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું

આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિરમગામના ઐતિહાસિક તળાવમા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર

તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ અને વિરમગામ નગરપાલિકા દ્વારા દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી

ઉઠ્યું હતું.