BCCIનો ઐતિહાસિક નિર્ણય : પુરૂષ-મહિલા ક્રિકેટર્સને સમાન વેતન મળશે

  • 2 years ago
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફીના સ્વરૂપમાં મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે. BCCIએ કહ્યું કે હવેથી પુરૂષો અને મહિલાઓને સમાન મેચ ફી મળશે. આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે આપી છે. જય શાહે સોશિયલ મીડિયા દ્વારા આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જય શાહે કહ્યું કે ‘એ જણાવી આનંદ થાય છે કે આ ભેદભાવ દૂર કરવા BCCIએ પ્રથમ પગલું ઉઠાવ્યું છે. અમે અમારી કોન્ટ્રાક્ટેડ મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ.

Recommended