રાજ્યમાં ક્યાંક મેઘરાજાનો આહલાદક નજારો, તો ઘણા વિસ્તારોમાં પાણી... પાણી....

  • 2 years ago
હાલ અમદાવાદમાં સવારના ભારે ઉકળાટ ફરી બપોરના સમયે મેઘરાજાના કડાકા ભડાકા સાથે વરસી પડ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી વાદળો કાળા ડિબાંગ બનવાની સાથે વિજળીના પણ જોરદાર ચમકારા ગાજ્યા હતા. શહેરમાં ચારેકોચ વીજળી ચમકી છે, તો ખેરાલુ, વડનગર, અંબાજી, અરવલ્લી, વડોદરા, ખેડા, ડીસા, સાબરકાંઠા દાહોદ સહિતની જગ્યાએ વરસાદ મનમૂકી વરસ્યા હતા.

Recommended