કચ્છમાં સાંબેલાધાર વરસાદ, રસ્તાઓ પર નદી જેવા નજારો

  • 2 years ago
કચ્છમા વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોડી રાત્રીથી કચ્છના અનેક તાલુકામા વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમા પડેલ વરસાદમાં અબડાસામા સાડા 3 ઇંચ (71MM),

ગાંધીધામ સવા ઇંચ (30MM), મુન્દ્રા 4 ઇંચ વરસાદ (100MM), માંડવી દોઢ ઇંચ (37MM) વરસાદ ખાબક્યો છે. તેમજ અંજાર, નખત્રાણા, ભુજ અને ભચાઉમા પણ વરસાદ

શરૂ થયો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહીને લઈ ગીર સોમનાથનું તંત્ર સજ્જ થયુ છે. જેમાં કલેક્ટરની રાહબરી હેઠળ ડિઝાસ્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં

સીઝનનો કુલ વરસાદ 16.44 ટકા થયો તેમજ NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા જિલ્લામાં 29 સેલટર હોમ તૈયાર કરાયા છે. તેમજ

જિલ્લા કન્ટ્રોલરૂમ ઉપરાંત તાલુકા મથકે કન્ટ્રોલરૂમ કાર્યરત છે. તથા અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયુ ટીમ તૈયાર

રાખવામાં આવી છે. તથા તાલુકામાં ક્લાસ વન અધિકારીની લાયઝનીગ અધિકારી તરીકે નિયુક્તી પણ કરવામાં આવી છે.

Recommended