વલસાડ શહેરના રસ્તાઓ પર જાણે નદી આવી

  • 2 years ago
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે. જેમાં 300 જેટલા લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર

કરવામાં આવ્યા છે. અને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. તથા સેલટર હોમમાં લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

ત્યારે વલસાડ ખાતે રહેલી NDRFની ટીમે પણ 70 જેટલા લોકોના રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. તેમજ નદીની વચ્ચે જેસીબી ચાલક 16 કલાકથી ફસાયો હતો જેનું રેસ્ક્યુ પણ

કરાયુ હતું. તથા વહેલી સવારે 6 વાગેથી શહેરમાં પાણી ઘુસ્યા છે. જેમાં વલસાડના કૈલાસ રોડ, વલસાસ પારડી, દાણા બજાર, તરિયાવાડ, છીપવાડ, લીલાપોર, બરૂરિયાવડ, ભાગડાખુર્ડ

ભડેલી જેવા વિસ્તારોમાં નદીના પાણી ઘુસ્યા છે. વલસાડ કલેકટર સહીત વહીવટી તંત્રની ટીમ તેમજ પોલીસ વડા તેમજ તેમની ટિમ અને વલસાડ પાલિકા અને NDRFની ટીમે વહેલો

સવારથી ખડે પગે કામગીરી હાથ ધરી રહી છે.