દ.ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના

  • 2 years ago
રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

જેમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે. તથા દ.ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તેમજ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદ આવશે.

લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદ રહેશે

ઉલ્લેખનીય છે કે વરસાદની આગાહીને પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. તેમાં વધુ

એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થઇ છે. તથા બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તેથી લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ

તથા 15,16 ઓગસ્ટ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમાં ઉ.ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડીસા, મહેસાણા,

સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે.

Recommended