અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી

  • 2 years ago
ગુજરાતમાં હવામાન વિભાગની પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. તથા દ.ગુજરાતમાં ભારે વરસી શકે છે.

તેમજ સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં NDRFની ટીમ તૈનાત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર,દ.ગુજરાતમાં NDRFની ટીમો પહોંચી ગઇ છે.

સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે 5 ટીમો સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રવાના કરાઈ છે. તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં માત્ર વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. તથા હવામાન વિભાગની

વરસાદને લઈને આગાહી દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તથા પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે

વરસાદની આગાહી છે. તથા નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ પડશે.

અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તથા સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત

અને સૌરાષ્ટ્ર તરફ સક્રિય થતા વરસાદની આગાહી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF ટિમો વિવિધ વિસ્તારમાં આવી ગઇ છે. જેમાં સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત અને મધ્ય

ગુજરાતમાં NDRFની ટિમો તહેનાત છે.

NDRFની 5 ટીમો સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રવાના કરાઈ

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. તેમજ રાજ્યમાં વરસાદને લઈને તંત્ર એલર્ટ છે. જેમાં રાજકોટમાં NDRFની 3 ટીમ મોકલાશે. બનાસકાંઠા

અને સુરતમાં 1-1 ટીમ મોકલાશે. તથા નવસારી અને આણંદમાં હાલમાં 1-1 ટીમ હાજર છે.

Recommended