વરસાદી ટર્ફ રાજ્ય તરફ આગળ વધતા રાજ્યમાં વરસાદની આગાહી કરી

  • 2 years ago
રાજ્યમાં ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદી ટર્ફ રાજ્ય તરફ આગળ વધતા હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, દીવ, દ્વારકા, જૂનાગઢ, જામનગરમાં મેઘરાજા મેઘમહેર કરવાના છે.

પવનની ગતિ 30થી 40 કિલોમીટરની રહેશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, મેહસાણા,

પાટણ, ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટરની રહેશે.

આગાહીને ધ્યાને લઈ કચ્છમાં NDRFની ટીમ મોકલાઈ

ઉલ્લેખનીય છે કે દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છમાં NDRFની ટીમ મોકલાઈ છે. તથા ગીર સોમનાથ,

નવસારી, બનાસકાંઠામાં NDRFની 1-1 ટીમ તેમજ સુરત, કચ્છ અને ભાવનગરમાં પણ NDRFની 1-1 ટીમ તૈનાત છે. તથા રાજકોટમાં 2 સહિત કુલ 9 NDRFની ટીમો તૈનાત છે.

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ અમદાવાદના નાગરિકોને વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. રાજ્યના અનેક

વિસ્તાર ભારે વરસાદમાં તરબતર થઈ ગયા છે.

સક્રિય વરસાદી સિસ્ટમથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ

ત્યારે અમદાવાદીઓ ઉકળાટ અને બફારામાં તોબાહ પોકારી ઉઠયાં છે. જોકે અમદાવાદના લોકોને પણ બે દિવસ બાદ ધોધમાર વરસાદ પ્રાપ્ત થશે તેવા હવામાન ખાતાએ સંકેતો આપ્યાં

છે. હવામાન ખાતાએ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં શુક્રવારના રોજ ભારે વરસાદ

પડશે તેવી આગાહી કરાઈ છે. આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તેવા સંકેતો હવામાન ખાતાએ કર્યાં છે. ગુજરાતમાં

વરસાદી માહોલ જામ્યો છે. સક્રિય વરસાદી સિસ્ટમથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Recommended