રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી

  • 2 years ago
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ઉત્તર અને દ.ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, વડોદરા, ખેડામાં વરસાદની આગાહી છે.

જેમાં આજ સવારથી સમગ્ર અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ આણંદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવામાં વરસાદની આગાહી છે. તેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે. રાજ્યમાં

સાર્વત્રિક વરસાદ રહેશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આણંદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી

તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર સહિત વરસાદી ઝાપટા રહેશે. તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવાથી ભારે વરસાદની

આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

Recommended