મોરબીના વિશિપરા વિસ્તારમાં ઢોલ વગાડી દારુબંધીના અમલની અપીલ કરાઈ

  • 2 years ago
બોટાદ જીલ્લામાં થયેલા લઠ્ઠાકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી વિભાગ દોડતું થયું છે. રાજ્યના દરેક જિલ્લાઓની પોલીસે પણ સ્ટેટ મોનીટરીંગ સેલની સાથે મળીને દારુ વેચાણને ડામવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં મોરબીમાં પાલિકાના કાઉન્સિલરે ઢોલ વગાડીને લોકોને દારૂબંધીનો અમલ કરવા અપીલ કરી હતી.