વંદે ભારત બાદ હવે રેલવેમાં સામેલ કરાઈ પ્રથમ સ્વદેશી એલ્યુમિનિયમ ટ્રેન

  • 2 years ago
વંદે ભારત ટ્રેન બાદ ભારતીય રેલ્વેએ વધુ એક મોટું કામ કર્યું છે. રેલ્વે માટે સૌપ્રથમ સ્વદેશી બનાવટની એલ્યુમિનિયમ ગુડ્સ ટ્રેનને ભુવનેશ્વર, ઓડિશાથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ છે. આ ગુડ્સ ટ્રેન પહેલા કરતા હળવી છે પરંતુ વધુ માલવાહક ક્ષમતા ધરાવે છે. રેલ્વેએ જણાવ્યું હતું કે બેસ્કો લિમિટેડ વેગન ડિવિઝન અને એલ્યુમિનિયમ ક્ષેત્રની અગ્રણી હિન્દાલ્કો સાથે મળીને ઉત્પાદિત વેગનનું વજન ઘટાડવા માટે તેનું પ્રતિ ક્વિન્ટલ કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એલ્યુમિનિયમ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે અનુસાર આ રેક હાલના સ્ટીલ રેક્સ કરતા 180 ટન હળવા હોવાથી ટ્રેનોની ઝડપ વધશે અને પાવરનો પણ વપરાશ ઓછો થશે. આ ટ્રેનનો જાળવણી ખર્ચ પણ ઓછો હશે.