દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ

  • 2 years ago
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં દ્વારકાના દરિયાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં ગોમતીઘાટ, ભડકેશ્વરમાં ઉંચા મોજા ઉછળ્યા છે. તેમજ બેટ દ્વારકા ફેરીબોટ

સર્વિસ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તા.24 થી 26 સુધી દરિયામાં 40થી 50 kmની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તથા દ્વારકાના

દરિયામાં ભારે કરન્ટ છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને જિલ્લા કલેકટર તેમજ મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોર્ડ સર્વિસ બંધ કરવાના આદેશ અપાયા છે.

Recommended