અમદાવાદ: પોલીસ અને શ્વાન વચ્ચે અનોખો પ્રેમ

  • 2 years ago
અમદાવાદમાં પોલીસ અને પાલતુ શ્વાન વચ્ચે અનોખો પ્રેમ સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ સુરસંગજી રાત્રી ડ્યુટી દરમ્યાન પેટ્રોલિંગમાં હતા

તે સમયે તેમને એક અજાણ્યું પાલતુ શ્વાન મળી આવ્યું હતુ. જેને અન્ય શેરી શ્વાન હેરાન કરતા હતા. ત્યારે પોલીસે આ શ્વાનને પોતાની પીસીઆર વેનમાં બેસાડીને દેખ રેખ કરી હતી.

પરંતુ પાલતુ શ્વાનને પોલીસ પ્રત્યે એટલી હદે લાગણી જોડાઈ ગઈ કે તે હવે આ પોલીસ કર્મીઓને છોડી નથી રહ્યા. જયારે પણ પોલીસ આ શ્વાનને રોડ પર ઉતારે છે ત્યારે ત્યારે ફરી આ

શ્વાન ગાડી પર બેસી જાય છે અને પોલીસનો રસ્તો રોકે છે. ત્યારે પોલીસ પણ હવે આ પાલતુ શ્વાનને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે. પોલીસે પાલતુ શ્વાનના

માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ મળ્યું નહીં આખરે વસ્ત્રાપુર પોલીસે આ પાલતુ શ્વાનના મલિક બની દેખરેખ રાખવાનું વિચાર્યું છે.

Recommended