જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો

  • 2 years ago
શિંઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે સ્ટેજ પર નીચે પડી ગયા. તેમના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિંઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો અવાજ સાંભળ્યો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
હુમલા બાદના કેટલાક વીડિયો પણ સામે આવવા લાગ્યા છે. આમાં, ત્યાં નાસભાગની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે.