કાબુલમાં ગુરુદ્વારા પર આતંકી હુમલો

  • 2 years ago
બુલમાં આવેલા ગુરુદ્વારા પર થયેલા આંતકી હુમલો થયો છે. આ ઘટના પણ પાછળ ISIS ખુરાસાન જવાબદાર હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળ પર કરવામાં આવેલા હુમલામાં બે લોકો ઘવાયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે દુખ વ્યકત કરતા કહ્યું કે કાયરતાપૂર્ણ આતંકી હુમલાથી સ્તબ્ધ છું. રશિયા – યુક્રેન યુદ્ધ 114 દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે હવે માયકોલિવ શહેર પર હુમલો કરવામાં આવી રહ્યું છે, જેમાં બે લોકોના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ચેતાવણી આપતા કહ્યું કે એકધ્રુવિય શાસનનું હવે અંત આવ્યું છે. રશિયાની રક્ષા પરમાણું બોંમ્બથી કરીશું.

Recommended