જ્યારે ભડકેલી ગાયે સ્કૂલે જતાં વિદ્યાર્થી પર હુમલો કર્યો

  • 2 years ago
ગુજરાતમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં મહેસાણામાં સ્કૂલે જતાં વિદ્યાર્થી પર રખડતી ગાયે હુમલો કર્યો હોવાનો બનાવ સામે

આવ્યો છે.

કડીના દેત્રોજ રોડ પર આવેલી આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બહુચર માતાના મંદિર નજીકથી પસાર થઈ

રહ્યો હતો, ત્યારે વિદ્યાર્થીને ગાયે અડફેટમાં લીધો હતો. ગાયે વિદ્યાર્થીને નીચે પછાડીને પગથી ખૂંદી નાંખ્યો હતો. જો કે આસપાસ રહેલા લોકોએ ભેગા થઈને

વિદ્યાર્થીને ગાયની પકડમાંથી છોડાવ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્વસ્થ છે.

Recommended