ટ્રાફિક પોલીસનો વાહન ચાલક પાસેથી ઉઘાડી લૂંટ કરતો વીડિયો

  • 2 years ago
સુરત સચિન GIDC વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો વાહન ચાલક પાસેથી રસીદ વિના રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં સચિન જીઆડીસી ફ્લાયઓવર બ્રિજ નીચે ટ્રાફિક પોલીસની ઉઘાડી લૂંટ થઇ રહી છે. તેમાં ટ્રાફિક પોલીસે સ્ટુડન્ટ પાસેથી પણ કરી ટ્રાફિકના નિયમોના નામે ઉઘાડી લૂંટ. જેમાં વાયરલ વીડિયોમાં ટ્રાફિક પોલીસની હપ્તા ખોરી સામે આવી છે. તેમાં લાયસન્સ, આરસી બુક બતાવી છતાં રૂપિયા પાંચસોની વસુલાત કરી કરવામાં આવી છે. તથા પાંચસો રૂપિયાની વસુલાત કરી છતાં દંડની રસીદ આપવામાં આવી ન હતી. તેથી કોલેજ સ્ટુડન્ટ દ્વારા ટ્રાફિક પોલીસની હપ્તા ખોરી કેમેરામાં કેદ કરવામાં આવી છે.