સાસુ-સસરાને જાહેરમાં ફટકારતી મહિલા તલાટી સીસીટીવીમાં કેદ, કેસ નોંધાયો

  • 5 years ago
રાજસ્થાનના અલવરમાં આવેલા શિવાજી પાર્કમાં બુધવારે મહિલાએ તેના સાસુ-સસરાની સાથે મારામારી કરી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા પોલીસે પણ એ મહિલાના સસરા ઘનશ્યામ દાસની ફરિયાદના આધારે કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગતો પ્રમાણે આ દંપતી પર હુમલો કરનાર તેમની પુત્રવધુ સરકારી કર્મચારી છે મોનાલિસા નામની વહુ તલાટી તરીકે નોકરી કરે છે મોનાલિસાએ જૂના મકાનના વિવાદમાં જ તેના સાસુ-સસરા પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ તેમની દિકરીના ઘરેથી પોતાના ઘરે આવ્યા હતા ત્યારે જ ઘરની બહાર રાહ જોઈને ઉભી રહેલી મોનાલિસાએ મારવાનું શરૂ કરી દીધું હતું આ ઘટનાની જાણ થતાં જ તેના પિતા પણ ત્યાં દોડી આવ્યા હતા મોનાલિસાનો પતિ અત્યારે દિલ્હીમાં શિક્ષક તરીકે નોકરી કરે છે