માણસામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

  • last year
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહાસંમેલનનો ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આજરોજ ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાજના આગેવાન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.