હલ્દવાની અતિક્રમણ કેસ: હાલ બુલડોઝર ચાલશે નહીં, સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકયો

  • last year
હલ્દવાનીમાં રેલવેની 29 એકર જમીન પર ગફૂર બસ્તી અતિક્રમણ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એ નિર્ણય પર સ્ટે મૂકયો છે જેમાં તેમણે અતિક્રમણ હટાવવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ ઉત્તરાખંડ સરકાર અને રેલવેને નોટિસ પણ રજૂ કરવામાં આવી છે. કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લગભગ 50 હજાર લોકોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગફૂર ઝૂંપડપટ્ટીમાં નમાજ પણ ચાલી રહી હતી. સેંકડો મહિલાઓ રસ્તા પર બેસીને તેમની તરફેણમાં નિર્ણય આવે તેવી પ્રાર્થના કરી રહી હતી. હાલ તો તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી છે.

Recommended