યુગાંડામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દુર્ઘટના, અત્યાર સુધીમાં 9નાં મોત

  • last year
યુગાંડાની રાજધાની કંપાલામાં નવા વર્ષની ઉજવણી કરતી વખતે એક મોટી દુર્ઘટના ઘટી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતિશબાજી જોવા માટે શોપિંગ સેન્ટર પાસે આવેલા સાંકડા કોરિડોરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 વર્ષના બાળક સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે.

Recommended