પશ્ચિમ બંગાળમાં મૂર્તિ વિસર્જન દરમિયાન નદીમાં પૂર આવ્યું, 7 લોકોના મોત

  • 2 years ago
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે સાત લોકોના મોત થયા છે. ઘટના બુધવારે સાંજે જલપાઈગુડી જિલ્લાની માલ નદીની છે. અહીં અનેક લોકો માલ નદીમાં વિસર્જન માટે આવ્યા હતા. અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું. આવી સ્થિતિમાં લોકો ત્યાં અટવાઈ ગયા અને જોતા જ 7નું ડૂબી જવાથી મોત થઈ ગયું.

Recommended