ભાવનગરમાં દાદાગીરી: શખ્સ પેથોલેજીમાં તલવાર લઇ ઘૂસી તોડફોડ કરવા લાગ્યો

  • last year
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ પેથોલોજીમાં ખુલ્લી તલવાર સાથે શખ્સ દ્વારા તોડફોડ કરવા અંગેનો વિડીયો CCTVમાં કેદ થયો છે. મળતી માહિતી પ્રમાણે ન્યુ વારાહી પેથોલોજી લેબોરેટરીનો બે દિવસ પહેલાનો આ વીડિયો છે. ખુલ્લી તલવાર લઈને આવેલ શખ્સ સહિત કુલ ત્રણ વિરુદ્ધ એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લેબોરેટરીમાં રહેલ તમામ સાધનોને તલવાર લઈને આવેલા શખ્સ એ નુકસાન પહોંચાડેલ છે. આ સાથે જ લેબોરેટરીમાં કામ કરી રહેલ એક વ્યક્તિને પણ માર મારેલ છે. હાલ સમગ્ર બનાવને લઈ એ.ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.

Recommended