અમદાવાદ રથયાત્રામાં પહેલીવાર રાજપૂત બાઈસા ‘તલવાર રાસ ગરબા’ રમશે

  • 2 years ago
આગામી અષાઢી સુદ બીજ એટલે કે 1-જુલાઇએ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાશે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આપણે હાથીઓ, અખાડા, કરતબબાજ, ભજન મંડળીઓ, ટ્રક શણગાર, વેશભૂષા, બાઇક સ્ટંટ, બોડી બિલ્ડર્સ જ જોયા છે, પરંતુ આ વખતની રથયાત્રામાં કંઈક નવું જોવા મળશે. આ વખતની રથયાત્રામાં રાજપૂતાના તલવાર ગ્રુપની ની 8 થી 38 વર્ષની 11 રાજપૂતાના બાઇસા પહેલીવાર ‘તલવાર રાસ ગરબા’રમશે.

Recommended