ભારતીય નૌકાદળની વધશે તાકાત, રાજનાથ સિંહ INS Mormugao સોંપશે

  • 2 years ago
આધુનિક શસ્ત્રોથી સજ્જ સ્વદેશી મિસાઈલ વિનાશક INS મોરમુગાવને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુંબઈમાં ભારતીય નૌકાદળને આધુનિક સેન્સર અને રડારથી સજ્જ યુદ્ધ જહાજ સોંપશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌકાદળમાં આ યુદ્ધ જહાજનું જોડાવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.