યોગગુરુ બાબા રામદેવનું વિવાદિત નિવેદન, કહ્યુ મહિલાઓ કપડા વગર પણ સારી લાગે

  • 2 years ago
યોગગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રમાં મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવે થાણેમાં એક યોગ શિબિરમાં કહ્યું કે મહિલાઓ માત્ર સાડીમાં જ સારી નથી લાગતી, તેઓ સલવાર સૂટમાં પણ સારી દેખાય છે. 'સ્ત્રીઓ કંઈ પહેર્યા વગર પણ સારી દેખાય છે.' વાસ્તવમાં આ સંમેલન માટે મહિલાઓ સાડીઓ લઈને આવી હતી. જો કે, સવારે યોગ વિજ્ઞાન શિબિર હતી, ત્યારબાદ યોગ તાલીમ પ્રવૃતિઓ યોજાઈ હતી. તે પછી તરત જ મહિલાઓ માટે સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી. તેથી જ મહિલાઓને સાડી પહેરવાનો સમય નથી મળતો. આ અંગે બાબા રામદેવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામદેવે કહ્યું, 'સાડી પહેરવાનો સમય નહોતો, કોઈ વાંધો નથી, હવે ઘરે જઈને સાડી પહેરો, મહિલાઓને સાડી પહેરવી ગમે છે. મહિલાઓ પણ સલવાર સૂટમાં સારી લાગે છે અને મારા મતે તેઓ કંઈ પણ પહેર્યા વગર સારી દેખાય છે.