કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદીની હત્યા માટે તત્પર રહો

  • 2 years ago
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પત્રિયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમાં તેઓ 'PM મોદીની હત્યા'ની વાત કરી રહ્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક મામલો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાથી સામે આવ્યો છે. જ્યાં પૂર્વ મંત્રી રાજા પટેરિયાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને પીએમ મોદીની હત્યા માટે તત્ત્પર રહેવાની નસીહત આપી દીધી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે એટલે કે રવિવારે પવઈમાં કોંગ્રેસ કાર્યકર્તા મંડળની બેઠક હતી, જેનું કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પત્રિયા તેમના કાર્યકરોનું સ્વાગત કરી રહ્યા હતા. સભામાં સભાને સંબોધતા રાજા પત્રિયાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજા પત્રિયાનો કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કેટલાંક કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ કહેતા દેખાય છે કે મોદી ચૂંટણી ખત્મ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધાર પર ભાગલા પાડી દેશે, દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોના જીવન ખતરામાં છે. જો સંવિધાનને બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. જો કે બાદમાં રાજા પત્રિયાએ હત્યાનો મતલબ હાર કહ્યો. બાદમાં તેઓ પોતાના નિવેદન પરથી પલટી ગયા. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમનો મતલબ હતો કે આગળની ચૂંટણીમાં મોદીને હરાવો. એટલું જ નહીં તેમણે કહ્યું કે આવું ફ્લોમાં થઇ જાય છે.

Recommended