ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવનું રાજીનામું, વિધાન પરિષદ પણ છોડી

  • 2 years ago
મહારાષ્ટ્ર સંકટને જોતા સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને ચુકાદો સંભળાવી દીધો છે. ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું એલાન કરી દીધુ છે. આ સાથે વિધાન પરિષદમાંથી પણ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. હવે તેઓ કાલે વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટમાં નહીં જાય. તેમણે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે કાલે શિવસૈનિકોનું લોહી વહે અને તેઓ રસ્તા પર ઉતરે. આથી હું ખુરશી છોડી રહ્યો છું.

Recommended