યૂક્રેન આક્રમક બન્યું : ખેરસોનમાં રશિયન ચોકીઓ પર જોરદાર બોમ્બમારો કર્યો

  • 2 years ago
રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં આક્રમકતામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે યૂક્રેનની સેનાએ ખેરસોનમાં રશિયન ચોકીઓ પર જોરદાર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન યૂક્રેનની સેનાએ રશિયાના મુખ્ય સપ્લાઈ માર્ગો પર હુમલો કર્યો છે. રશિયા સતત ખેરસોન પર પોતાનો કબજો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ શહેર રશિયા અને યૂક્રેન બન્ને દેશ માટે મુખ્ય ઉદ્દેશ બની રહ્યું છે. આ શહેરમાં યૂક્રેનના મુખ્ય ઉદ્યોગો, નદી અને સમુદ્રી બંદર છે. રશિયા ખેરસોનમાં કિલ્લાબંધી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જો કે છેલ્લા અહેવાલો અનુસાર રશિયાના સેના પ્રમુખો સૈનિકોને આ દક્ષિણી શહેરમાંથી બહાર નીકળવાનો આદેશ આપી રહ્યા છે. જો કે રશિયન સેનાના વડાઓ કહી રહ્યા છે કે તેઓ પોતાના મનથી જ આ શહેર પર કબજો છોડી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે યૂક્રેનના હવાઈ હુમલાઓના કારણે રશિયન સૈનિકો માટે ખેરસોન ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત કઠિન થઈ ગઈ છે. અહીં રશિયન દળોને ભારે નુકસાન થયું છે.

Recommended