મોરબીમાં રખડતા ઢોરનો આતંક: આખલાએ બાળક પર હુમલો કર્યાના CCTV

  • 2 years ago
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રખડતા આખલાએ બાળક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. બાળક માતાને બચાવા માટે વચ્ચે પડી હતી. માતા અને બાળકને બચાવવા માટે અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને બંનેનો જીવ બચ્યો હતો.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે માતા અને પુત્ર સોસાયટીમાં પસાર થાય છે ત્યારે રખડતો આખલો હુમલો કરે છે. રખડતા ઢોરનો પ્રશ્ન મોરબીમાં ખૂબ જ લાંબા સમયથી છે.