મધ્યપ્રદેશના રીવા પાસે ભયંકર અકસ્માત 14 લોકોના મોત, 35 મુસાફરો ઘાયલ

  • 2 years ago
મધ્યપ્રદેશના રીવા પાસે નેશનલ હાઈવે-30 પર એક ભયાનક બસ અકસ્માત થયો હતો. તહેવાર સમયે અકસ્માત સર્જાતા હાહાકાર મચી ગયો છે. અકસ્માતમાં
14 લોકોના મોત થયા હતા અને 35 મુસાફરો ઘાયલ થયા હતા. રાહદારીઓની માહિતી બાદ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ટ્યોંથાર સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Recommended