પાટણ જિલ્લામાં સ્થાનિક ઉમેદવારની માંગને લઈ રાજકારણ ગરમાયું

  • 2 years ago
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું રાજકારણ સ્થાનિક ઉમેદવારને લઇ ગરમાયું છે. પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, સિધ્ધપુર અને ચાણસ્મા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બનાવા પામી છે ત્યારે આજે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર 90 હજારથી વધુ વોટ બેંક ધરાવે છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Recommended