દેશના 591 જિલ્લામાં પ્રવાસ કરીને અમરેલી આવ્યો: અમિત શાહ

  • 2 years ago
આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યાં છે. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત છે.

સહકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય

અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાને સંબોધિત પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે હું દેશના 591 જિલ્લામાં પ્રવાસ

કરીને અમરેલી આવ્યો છું. મારી સામાન્ય સભામાં એક વખત ફાઈલો ઉછળી હતી. શાંતિથી લોકો ભાષણ સાંભળે એવી આ પહેલી સામાન્ય સભા જોઈ છે. તેમજ અમરેલી જિલ્લાએ દેશને

અનેક સહકારી આગેવાનો આપ્યા છે. અહીં દિલીપ સંઘાણીને સર્ટિફીકટ આપવા આવ્યો છું. તેમાં સહકારથી સમૃદ્ધિ PM મોદીનો સંકલ્પ છે. પરસોત્તમ રૂપાલાએ સહકાર મંત્રાલય શરૂ

કરવાની સલાહ આપેલી. તેથી રૂપાલાજીએ PMને સહકાર મંત્રાલય અંગે સલાહ આપેલી. તેમજ સહકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે. શાહે વધુ જણાવ્યું હતુ કે દેશમાં ખેડૂતોની

ચિંતા કરનારી સરકાર છે. તથા દુનિયામાં મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. તથા કોંગ્રેસે તમામ ડેરીઓને નિષ્ફળ બનાવી હતી.

સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે

અમરેલીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે સહકાર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે 11- 30 કલાકે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી

સંસ્થાઓની એન્યુઅલ જનરલ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ અમરેલીથી તેઓ સોમનાથ ખાતે બપોરે ત્રણેક વાગ્યે ભગવાન સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરશે.

તેમજ સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે. ત્યારબાદ સમુદ્ર કિનારે સમુદ્ર દર્શન પથ ઉપર મારૂતિ હાટની 262 દૂકાનો તેમજ 16 ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાનું લોકાપર્ણ

કરશે. બાદમાં તેઓ અમદાવાદ પરત ફરશે. જ્યાં સાયન્સ સિટીમાં ચાલી રહેલી સેન્ટર- સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશ.

Recommended