ઉત્તરાખંડ: કેદારનાથમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર થયુ ક્રેશ

  • 2 years ago
ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે રવાના થઈ ગઈ છે.
ગુપ્તકાશીથી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. જો કે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી.
આર્યન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયુ છે.