કેજરીવાલના મંત્રીએ રામ અને કૃષ્ણની પૂજા ન કરવાના લેવડાવ્યા શપથ

  • 2 years ago
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર લોકોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન તરીકે ન માનવાની અને ક્યારેય તેમની પૂજા નહીં કરવાની શપથ લેવાનો આરોપ લગાવ્યો છે. બીજેપી નેતાઓએ આનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો હિંદુ દેવી-દેવતાઓમાં વિશ્વાસ નહીં કરવા અને તેમની પૂજા નહીં કરવાના શપથ લેતા જોવા મળે છે.