ઉત્તરાખંડ: જાનૈયાઓની બસ ખાઇમાં ખાબકી, અકસ્માતમાં 32 લોકોનાં મોત

  • 2 years ago
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં બસ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી જાન લઇને પૌરીના બિરખાલ ગામ જઈ રહી હતી. બસમાં 50 લોકો સવાર હતા. જ્યારે બસ સીએમડી ગામ પાસે પહોંચી ત્યારે અચાનક બેકાબુ થઈ ગઈ, જેના કારણે આ અકસ્માત થયો. SDRF અને NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Recommended