અમદાવાદ સિવિલમાં 32 વર્ષિય યુવકનું મોત

  • 2 years ago
લઠ્ઠાકાંડ બાદ મળેલ મિથેનોલને લઈને ગુંચવાડો ઉભો થયો છે. જેમાં ફિનાર લિ.એ એમોસને સોંપેલા મિથેનોલમાં 20 લીટરની જ ઘટ સામે આવી છે. તેમાં પૂર્વ મંત્રીના પુત્ર સમીર પટેલને

બચાવવા પોલીસની તૈયારી છે. તેમજ સમીર પટેલે 600 લીટર મિથેનોલ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. તથા મામુલી કર્મચારી જયેશને મુખ્ય સુત્રધાર બનાવાયો છે.

SITના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો

ઉલ્લેખનીય છે કે 470 લીટર જપ્ત કરનારી પોલીસે માત્ર 20 લીટરની ઘટ બતાવી છે. તથા સ્ટોકનું મેળવણું કર્યા પછી જયેશે બીજેથી મિથેનોલ લીધાનો દાવો છે. તેમજ લઠ્ઠાકાંડની

SITના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેમાં પોલીસ કર્મચારીઓ જ સીધા બુટલેગરના સંપર્કમાં હોવાનો દાવો છે. તેમજ SITએ બોટાદ લઠ્ઠાકાંડનો તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે.
જેમાં ઝેરી રસાયણોનો દારુમાં ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. તથા ત્રણ ફરિયાદની તટસ્થ તપાસ માટે 2 IPSની નિમણૂંક કરવામાં આવી છે.

7 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ

બુટલેગર્સ-પોલીસ કર્મચારી-અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ છે. જેમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારીના કોલ ડેટાને આધારે તારણ કાઢવામાં આવ્યું છે. તેમાં SITની દોષી લોકો વિરુદ્ધ આકરી

કાર્યવાહીની ભલામણ છે. તથા બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ તપાસની ભલામણ કરવામાં આવી છે. તથા બોટાદ લઠ્ઠાકાંડમાં વધુ એક યુવકનું મોત થયુ છે. જેમાં અમદાવાદ

સિવિલમાં 32 વર્ષિય યુવકનું મોત થયુ છે. તથા સિવિલમાં હજૂ પણ બે દર્દીઓને હાલત ગંભીર છે. તેમજ 7 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. અગાઉ 50 દર્દીઓને સિવિલમાં સારવાર

માટે લાવવામાં આવ્યા હતા.