મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક અકસ્માતમાં 5ના મોત, 3ની હાલત ગંભીર

  • 2 years ago
મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર સવારે 3.30 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં પહેલેથી જ ક્રેશ થયેલી કાર અને ત્યાં હાજર એક એમ્બ્યુલન્સ સાથે 3 વધુ વાહનો અથડાયા હતા. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આ હૃદયદ્રાવક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.