સુરતની ખાનગી બસ સાપુતારા નજીક ખીણમાં ખાબકી, 2 મહિલાના મોત

  • 2 years ago
સુરત સ્થિત શ્યામ ગરબા ક્લાસીસની કુલ 5 બસો સાપુતારાના પ્રવાસે ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે માલેગાંવ ઘાટ નજીક ઉધના વિસ્તારમાં આવેલા નિકુંજ ટ્રાવેલ્સની એક બસ અકસ્માતે ખીણમાં ખાબકી હતી. જેના કારણે બસમાં સવાર મહિલાઓ પ્રવાસીઓ પૈકી 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે 2ના મોત નીપજ્યા છે. આ અકસ્માતનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ સુરતના રાંદેર અને અડાજણની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.