મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડશે

  • 2 years ago
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા પાર્ટીમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે. એક તરફ રાજસ્થાનમાં સંકટ ઉભું થયું છે અને બીજી તરફ કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ હશે તે સ્પષ્ટ નથી. હાલમાં નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. આ જોતા પાર્ટીમાં હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ઉમેદવારી નોંધાવી શકે છે. આનંદ શર્માના નિવાસસ્થાને નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવ્હાણ સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી.