દિગ્વિજય સિંહે કર્યુ એલાન અધ્યક્ષ પદની ચૂંટણી નહી લડે

  • 2 years ago
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ દરમિયાન દિગ્વિજય સિંહ આ રેસમાંથી બહાર થઈ ગયા છે. દિગ્વિજય સિંહે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ પદની રેસમાં સામેલ થયા બાદ દિગ્વિજય સિંહે આ જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વચ્ચે મુકાબલો બાકી છે. કોંગ્રેસના બળવાખોર જૂથ જી-23એ પણ ઉમેદવારો નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે.

Recommended