શિક્ષકે ઠપકો આપતા ધોરણ 9ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

  • 2 years ago
જામનગરના ધ્રોલની ભાગોળે આવેલી ખારવાના ગણેશ વિધા સંકુલમાં ધો.9માં અભ્યાસ કરતી એક વિધાર્થીનીએ હોસ્ટેલના રૂમનો દરવાજો બંધ કરી ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હોવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ બે દિવસ થયા છતાં પણ વિદ્યાર્થિનીએ આપઘાત શા માટે કર્યો તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.